ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) સુંદર પિચાઈના સસરા ઓલરામ હરયાનીએ મંગળવારે 70 વર્ષની વયે ફરી લગ્ન કર્યા. ઓલરામ વિધુર છે. કોટા શહેરમાં સિવિલ લાઈંસ વિસ્તારમાં રહેનારા ઓલારામે 65 વર્ષીય માધુરી શર્મા સાથે લગ્ન કર્યા છે. શર્મા એક સૈન્યકર્મચારીની વિઘવા છે. બંનેના લગ્ન આર્ય સમાજ રીતિ રિવાજો મુજબ થયા.