ગુજરાતમાં ડેવલોપ થઈ રહી છે દેશની પ્રથમ સ્માર્ટ સીટી

ગુરુવાર, 16 એપ્રિલ 2015 (12:41 IST)
ભારતની વધતી શહેરની વસ્તીની જરૂરિયાતો માટે સરકારે 100 સ્માર્ટ શહેરોને વિકસિત કરવાની યોજના બનાવી છે અને આ પ્રકારની શરૂઆત ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે થઈ ચુકી છે. અહી કદાચ દેશની પ્રથમ સ્માર્ટ સિટી બનશે. 
 
અહી અત્યાર સુધી સમગ્ર ભૂમિગત ઈંફ્રાસ્ટ્રક્ચર બની ચુક્યુ છે અને બે ઓફિસ બ્લોક પણ તૈયાર ઉભા છે. આખા મહાનગરમાં મોટા ટાવર હશે. નળોમાં પીવાના પાણીનું શ્રેષ્ઠ સપ્લાય હશે. સ્વચાલિત કચરા સંગ્રહ મશીનરી હશે અને નિર્બાધ વીજળી સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવશે. 
 
ભારતમાં શહેરની વસ્તી 2050 સુધી 40 કરોડ વધીને 81 કરોડથી વધુ થઈ જશે. તેનાથી વધુ શહેરીકરણ અત્યાર સુધી ફક્ત ચીનમાં થયુ હતુ. દેશના અનેક શહેરોમાં જે ઝડપથી વસ્તી વધી રહી છે તેનાથી લાગે છે કે શહેરોમાં આવનારા દિવસોમાં દબાણ વધશે અને એ માટે સ્માર્ટ શહેરોની જરૂર પડશે.  
 
ગયા વર્ષે મે માં પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ 2022 સુધી દેશમાં સ્માર્ટ શહેર બનાવવાનુ વચન આપ્યુ હતુ. 
 
કેપીએમજી કંસ્લ્ટેંટ્સ મુજબ મોદીની આ યોજના પર 65 લાખ કરોડ ડોલર ખર્ચ થશે અને રોજગારના બજારમાં આવનારા કરોડો નૌજવાનોને કામ મળશે.  
 
મોદીની આ યોજના ભલે શરૂઆતના પગથિયે હોય પણ ગાંધીનગરની બહાર સ્માર્ટ સિટીએ આકાર લેવુ શરૂ થઈ ગયુ છે અને શક્યત તેમા તમને ભારતના શહેરી ભવિષ્યની ઝલક દેખાય જશે.  
 
ગુજરાતના ફાઈનેસ હબ શહેર ગુજરાત ઈંટરનેશનલ ફાઈનેંસ ટેક સિટી આ પ્રકારનુ સ્માર્ટ શહેર હશે. જ્યા ફાઈનેંશિયલ માર્કેટ સાથે જોડાયેલ કંપનીઓ  પોતાનું કેન્દ્ર બનાવશે. 
 

વેબદુનિયા પર વાંચો