ગણતંત્ર દિવસ બન્યો શોપિંગ ફેસ્ટિવલ

વેબ દુનિયા

સોમવાર, 26 જાન્યુઆરી 2009 (15:02 IST)
W.D

ગણતંત્ર દિવસે દેશના નાગરિકોએ આજે રાષ્ટ્રદ્વજને સલામી તો આપી અને મુંબઈ હુમલામાં શહિદ થયેલા જવાનોને પણ વીર યાદ પૂરી પાડી પરંતુ ત્યાર બાદ દેશમાં વિવિધ શોપિંગમોલમાં લાગેલા ભારે ડિસ્કાઉંટ સેલમાં જઈને શોપિંગ પણ કરી હતી.

ગણતંત્ર દિવસ નિમિત્તે રિલાઈંસ, બીગ બજાર, સ્ટાર બજાર, અદાણી, સુભિક્ષા જેવા મોટો અને નામી શોપિંગ મોલમાં વસ્તુઓની ખરીદી પર ભારે છૂટની સ્કીમ રાખવામાં આવી છે. જેના પગલે બપોરે દેશના મોલ ગ્રાહકોની ભીડથી ઉભરાઈ ગયા હતાં.

ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો બીગ બજારમાં 5000 હજારની ઘરવખરી ખરીદનાર રાહુલ ભાઈ જણાવે છે કે આ વખતે તેમણે બજેટ કરતા ઓછી ખરીદી કરી હતી, મંદીના કારણે અમારા બજેટમાં પણ ઘટાડો થવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.

વેબદુનિયા પર વાંચો