ખાનગી ટ્રસ્ટના પીએફ ખાતાઓની જુલાઈથી ઓનલાઈન ટ્રાંસફર સુવિદ્યા

શનિવાર, 19 એપ્રિલ 2014 (12:10 IST)
ખાનગી ભવિષ્ય નિધિ ટ્રસ્ટની હેઠળ આવનારા સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પીએફ ખાતાની ઓનલાઈન ટ્રાંસફર સુવિદ્યા આ વર્ષના જુલાઈથી શરૂ થઈ જશે. દેશમાં 3000થી વધુ ખાનગી ભવિષ્ય નિધિ (પીએફ) ટ્રસ્ટ છે.  જે પોતાના કર્મચારીઓના રીટાયરમેંટ પીએફ ખાતાનું સંચાલન પોતે કરે છે. જો કે આ ટ્રસ્ટોનુ સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના હાથમાં છે. 
 
ઈપીએફઓના એક અધિકારીએ કહ્યુ કે ખાનગી પીએફ ટ્રસ્ટો દ્વારા સંચાલિત પીએફ ખાતાના ઈપીએફઓના ભવિષ્ય નિધિ ખાતામાં ઓનલાઈન ટ્રાંસફર કરવાની સુવિદ્યા આ વર્ષે જુલાઈથી શરૂ કરવાની યોજના છે. તેમણે કહ્યુ કે સંગઠન ઈચ્છે છે કે ગૈર છૂટ પીએફ ખાતામાંથી છૂટ પ્રાપ્ત ખાનગી ટ્રસ્ટમાં અથવા ખાનગી ટ્રસ્ટથી છૂટ વગર પ્રાપ્ત ઈપીએફઓ ખાતામાં ઓનલાઈન ટ્રાંસફર સુવિદ્યાનુ કામ આ વર્ષ જૂન સુધી પૂર્ણ થઈ જશે. 
 
સંગઠિત ક્ષેત્રની એવી કંપનીઓ જેમના પીએફ ખાતા ઈપીએફઓ હેઠળ મુકવામાં આવે છે. તે છૂટ વગર પ્રાપ્ત કંપનીઓની શ્રેણીમાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો