ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇ

વેબ દુનિયા

મંગળવાર, 21 એપ્રિલ 2009 (10:25 IST)
દેશમાં ખાંડના વધી રહેલા ભાવ માટે સરકારે સંગ્રહખોરોને જવાબદાર ઠરાવ્યા છે. સરકારે ચેતવણી આપી છે કે દેશમાં ખાંડનો પુરતો પુરવઠો હોવા છતાં આ પ્રકારે ભાવ વધારો કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ભાવને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વખતો-વખત લેવામાં આવતા પગલા ટુંક સમયમાં પરિણામ લાવશે.

ખાદ્યાન્ન મંત્રાલયના મુખ્ય ડાયરેકટર (ખાંડ) આર.પી. ભગરીયાએ જણાવ્યું હતું કે જો કે દેશમાં ખાંડના પુરવઠાની કોઈ જ કમી નથી. તેમ છતાં તાજેતરમાં ખાંડના ભાવ વધી રહ્યા છે તે સંગ્રહખોરો દ્વારા પુરવઠામાં ઊભી કરવામાં આવેલી રૂકાવટને કારણે વધ્યાં છે. તેમની આ ભાવ વધારામાં ભૂંડી ભૂમિકાને નકારી શકાય નહિં. તેમણે કહ્યું હતું કે આ પ્રકારે કૃત્રિમ તંગી સર્જનારા સંગ્રહખોરો સામે સરકાર પગલા લેવા વિચારી રહી છે.

વેબદુનિયા પર વાંચો