કૈગને વધુ પ્રભાવી બનવો - મોદી

ગુરુવાર, 18 નવેમ્બર 2010 (12:27 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર કુમાર મોદીએ સરકારી ખાતોની તપસ કરનારી સંસ્થા ભારતીય નિયંત્રક અને મહાલેખા પરિક્ષક(કૈગ) ને વધુ પ્રભાવી બનાવવાની વકાલત કરતા બુધવારે કહ્યુ કે કેદ્ર સરકારને તે માટે એક વિશેષજ્ઞ સમૂહની રચના કરવી જોઈએ.

તેમણે અહીં કૈગના 150માં સ્થાપના દિવસ પર આયોજીત એક સમારંભમાં કહ્યુ કે કૈગને વધુ પ્રભાવી, ભરોસાપાત્ર અને સક્ષમ સંસ્થા બનાવવા માટે કેન્દ્ર સરકારને વિશેષજ્ઞોના એક સમૂહની રચના કરવી જોઈએ. તેમણે કહ્યુ કે આરટીઆઈના આવ્યા પછી કૈગને આધુનિક પૌધોગિકીથી સુસજ્જિત કરવુ જરૂરી થઈ ગયુ છે. સંસ્થાને એક મહત્વપૂર્ણ એકમના રૂપમાં જોવી જોઈએ.

મોદીએ કહ્યુ કે કૈગની રિપોર્ટને ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે કહ્યુ કે કૈગની રિપોર્ટનો ઉપયોગ મીડિયા ફક્ત નકારાત્મક સમાચારો માટે જ કરે છે, જ્યારે કે રિપોર્ટમાં કેટલાક સકારાત્મક પહેલુ પણ હોય છે. આ ઉપરાંત રિપોર્ટમાં પણ સરકારના સારા કાર્યોને પણ મુખ્ય સ્થાન આપવુ જોઈએ. આવુ કરવાથી કૈગની વિશ્વસનીયતામાં વધારો થશે.

વેબદુનિયા પર વાંચો