કાર્ટુન કેરેકટરવાળી અવનવી પિચકારીઓ બજારમાં

ગુરુવાર, 13 માર્ચ 2014 (16:03 IST)
P.R
હોળીનો તહેવાર નજીક છે. ત્યારે બજારમાં અવનવી પિચકારીઓ વેચાઇ રહી છે. અને પિચકારી ખરીદવા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવાઇ રહ્યો છે.

હોળી -ધુળેટીનો તહેવાર નજીક છે. ત્યારે બાળકો તેમજ મોટેરાઓને તહેવાર ઉજવવા માટે બજારમાં અવનવી પિચકારીઓ આવી ગઇ છે. આ વખતે બજારમાં અલગઅલગ કાર્ટુન કેરેકટરની પિંચકારીઓ બજારમાં વેચાઇ રહી છે. જેમ કે નોબીતા, લાફીંગ કેટ, એંગ્રી બર્ડ, ડોરોમોન તેમજ છોટા ભીમ જેવી નવી વેરાયટીની પિંચકારી આવી છે. જેમાં છોટાભીમ તેમજ એંગ્રી બર્ડની પિંચકારી વધારે લોકપ્રીય બની છે. આ વખતે ગયા વર્ષ કરતા પિંચકારીનો ભાવ 30 થી 35 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 20 રૂપિયામાં મળતી પિંચકારી આ વર્ષે 30 રૂપિયામાં મળે છે. જયારે 150 રૂપિયામાં મળતી પીચકારી 200 થી લઇને 260 નાં ભાવે વેચાય છે.

P.R
તો વળી આ વખતે બજારમાં મળતા ગુલાલમાં પણ વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે કેમીકલ યુકત તેમજ માટીની ભેળસેળવાળા કલર કે ગુલાલને બદલે આ વખતે ઓર્ગેનીક તેમજ હર્બલ ગુલાલ બજારમાં ઉપલબ્ધ છે. જેને લઇને કોઇ આડઅસર ન થાય.

P.R
હોળી અને ધુળેટીનાં આ તહેવારને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે..ત્યારે અવનવી વેરાયટીની પિચકારી અને હર્બલ ગુલાલને કારણે લોકોનો આનંદ બેવડાશે તેમા કોઇ બે મત નથી.

વેબદુનિયા પર વાંચો