કપડાંના ભાવ 35 ટકા વધશે

સોમવાર, 28 માર્ચ 2011 (17:33 IST)
ખાવાની વસ્તુઓ ભલે સસ્તી થઈ રહી હોય પરંતુ કપડાં મોંધા જ થશે. ગારમેંટ ઈંડસ્ટ્રી એક્સાઈઝનો વિરોધ તો કરી રહી છે પરંતુ બ્રાંડેડ કપડા પર એક્સાઈઝ ડ્યુટીનુ એલાન પછી જ વેપારીઓએ કપડાંના ભાવ વધારી દીધા છે. હવે કોટનના વધતા ભાવને કારણે કપડા વધુ મોંધા થવાના છે.

જાન્યુઆરી પછી કપડાંના ભાવ લગભગ 20 ટકા વધી ચૂક્યા છે. પરંતુ કંપનીઓ ફરીથી 15 ટકા ભાવ વધારવાની તૈયારીમાં છે. અત્યાર સુધી જે શર્ટ તમે 1000 રૂપિયામાં ખરીદતા હતા તે હવે તમને લગભગ 1350 રૂપિયામાં મળશે. ડેનિમ બનાવનારી દેશની સૌથી મોટી કંપની અરવિંદ મિલ્સ એક મહિનામાં બીજી વાર ભાવ વધારવા જઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો