ઓબામાનો સરકારી દેણામાં કપાતનો સંકલ્પ

ભાષા

સોમવાર, 16 નવેમ્બર 2009 (14:59 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના દેશના બજેટ નુકસાનમાં ઘટાડો કરવા માટે ખાસ પગલા હાથ ધરવાનો સંકલ્પ કર્યો છે. અમેરિકાનું વધતુ બજેટીય નુકસાન અર્થવ્યવસ્થામાં સુધારની આશાઓને જટિલ બનાવી રહ્યું છે અને તેની રાજનીતિક સંભાવનાઓ માટે પણ એક પડકાર છે.

ઓબામાએ એશિયા-પ્રશાંત દેશોની શિખર બેઠકમાં કહ્યું કે, તેમનો ઈરાદો અમેરિકી સરકારના દેણામાં કપાત કરવાનો છે. વ્હાઈટ હાઉસે નાણાકિય વર્ષ 2010 માં 1,502 અરબનું નુકસાનનું અનુમાન જતાવ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર સાથે મારુ અમેરિકાના નુકસાનને ઓછું કરવાનું ઠોસ પગલું હાથ ધરવાનો ઈરાદો છે. તેમણે કહ્યું કે, દેણા પર આધારિત વૃદ્ધિ અમેરિકાની સમૃદ્ધિને ટકાઉ ન બનાવી શકે.

રાજનેતાઓએ તેજીથી વધી રહેલા નુકસાન પર અંકુશ લગાડવા માટે સ્વાસ્થ્ય દેખભાળ અને જળવાયુ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વ્યય પર અંકુશ લગાડવાની માગણી કરી છે. નેતાઓનું કહેવું છે કે, વ્હાઈટ હાઉસે જો ખર્ચ પર લગામ હાથ ન ધરી તો અમેરિકાની આગામી પેઢી દેવાળુ ફૂંકશે.

વેબદુનિયા પર વાંચો