એનઆરઆઈનાં એફડીમાં વ્યાજ દર વધારતી એસઆઈબી

ભાષા

મંગળવાર, 18 નવેમ્બર 2008 (22:16 IST)
સાઉથ ઈન્ડીયન બેન્કે(એસઆઈબી) મંગળવારે તેના અપ્રવાસી એનઆરઆઈ ગ્રાહકોની વિદેશી મુદ્રા અને રૂપિયા જમા કરાવવા પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

બેન્કનાં જણાવ્યા મુજબ એનઆરઆઈ એફસીએનઆરની નવી વ્યાજ દર 16 નવેમ્બરથી લાગુ કરવામાં આવી છે.
એસઆઈબીનાં સીઈઓ ડો.વી એ જોસેફનાં જણાવ્યા મુજબ અપ્રવાસી ભારતીયોને ભારતીય બેન્કો પર વિશ્વાસ છે. કારણ કે વૈશ્વિક મંદીએ ભારતીય બેન્કોને પ્રભાવિત કર્યા નથી.

આ નવા દરમાં એક થી વધુ વર્ષ અને બે વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 4.17 ટકા કરવામાં આવ્યો છે. જે પહેલાં 3.42 ટકા હતો. જ્યારે ત્રણ વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 3.66 ટકા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો