એચડીએફસી બેન્કે વ્યાજ દરમાં ઘટાડો કર્યો

વાર્તા

મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (14:40 IST)
વ્યાજ દરોમાં ઘટાડો લાવવાનો પ્રયત્ન કરી રહેલ રીઝર્વ બેન્કની મહેનત કંઈક અંશે રંગ લાવી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક બાદ બીજી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે પણ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.

બેન્ક આ ઘટાડો બે ચરણમાં ઘટાડશે. પ્રથમ 0.25 ટકાનો ઘટાડો 15 ડિસેમ્બરથી લાગુ પાડશે, જ્યારે બાકીનાં 0.25 ટકાનો ઘટાડો એક જાન્યુઆરી 2009થી અમલમાં મુકશે. રીઝર્વ બેન્ક દ્વારા રેપો અને રીવર્સ રેપો દરમાં એક-એક ટકાનો ઘટાડો કરતાં ખાનગી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કે વ્યાજ દરોમાં દોઢ ટકાનો ઘટાડો કર્યો હતો. જો કે આઈસીઆઈસીઆઈ બેન્કે આ પહેલાં પણ સાર્વજનિક ક્ષેત્રની બેન્કોનાં વ્યાજ દરોમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો હતો.

બેન્કનાં સીઈઓ પરેશ સુકથંકરે જણાવ્યું હતું કે વ્યાજ દર ઓછા કરવાની ઘોષણા રીઝર્વ બેન્કનાં બજારમાં તરલ નાણાં લાવવા માટે ઉઠાવેલા પગલાંનાં સમર્થનમાં ઉઠાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો