પેપ્સિકોની મુખ્ય કાર્યાધિકારી ભારતીય મૂળની ઇંદિરા નૂઈને અમેરિકાની જાણીતી માનીતી પત્રિકા ‘ફૉરચ્યૂન’ ને પોતાની યાદીમાં સતત ચોથા વર્ષે અમેરિકાના વેપારમાં સૌથી તાકાતવર મહિલા જાહેર કરી છે.
પોતાની 50 સૌથી તાકતવર મહિલાઓની યાદીમાં 53 વર્ષીય નૂઈ બાદ બીજા સ્થાન પર ક્રાફ્ટ ફૂડની પ્રમુખ ઇરેને રોસનફેલ્ડ છે જ્યારે ત્રીજા સ્થાન પર સોયબીન કંપની આર્ચર ડેનીયલ્સ મિડલૈણ્ડની પ્રમુખ પૈટ વોર્ટજ બિરાજમાન છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં આ ત્રણ મહિલાઓ ગત વર્ષે પણ આ ક્રમમાં જ હતી.
ફૉરચ્યૂનને કહ્યું કે,નૂઈ સતત ચોથા વર્ષે આ યાદીમાં પ્રથમ સ્થાન પર કાયમ રહેવામાં સફળ રહી છે. તેના કાર્યકાળમાં પેપ્સિકોને હમેશા ફાયદો થયો છે.