અમિતાભની કંપનીનો શેરધારકોને 20% લાભાંશ

ભાષા

મંગળવાર, 29 જૂન 2010 (16:05 IST)
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની કંપની એબી કૉર્પે પોતાના શેરધારકોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. અમિતાભે પોતાના બ્લોગ પર સોમવારે રાત્રે લખ્યું કે, સવારે કંપનીની વાર્ષિક બેઠકમાં તેમણે કંપની શેરધારકોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી.

અમિતાભે બ્લૉગ પર લખ્યું છે, ‘‘અમે એક નાનકડી કંપનીએ છીએ, જેનો નફો પણ ઓછો છે, પરંતુ એ નફાને બધા વચ્ચે વહેચવો કેટલી સંતોષની વાત છે. દેવામાં આનંદ છે અને એ લોકોને આપવામાં તો વધુ આનંદ છે જેઓ નિષ્ઠા અને વિશ્વાસપૂર્વક અમારે સાથે જોડાયેલા રહ્યાં છે.'

લાભાંશની સાથે શુભકામનાઓ આપતા તેમણે લખ્યું, ‘‘ધન્યવાદ શેરધારકોં, મારી સાથે બનેલા રહેવા માટે અને મને આપની શુભકામનાઓ તથા સમર્થન આપતા રહો.

વેબદુનિયા પર વાંચો