અટલ પેન્‍શન યોજનામાં હજી સુધી ૪ ટકાથી ઓછા લોકોએ જ ખાતા ખોલાવ્‍યા

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2015 (17:26 IST)
વડાપ્રધાન નરેન્‍દર મોદીની બહુચર્ચિત અને પાંચ વર્ષ સુધીની સબસીડી વાળી અટલપેન્‍શન યોજના લોકોને આકર્ષવામાં નિષ્‍ફળ રહી છે. વિતેલી ૯ મે એ જાહેર કરેલી આ યોજનામાં હજુ સુધી લક્ષ્યના મુકાબલે ચાર ટકાથી ઓછા લોકોએ જ નોંધણી કરાવી છે. જયારે તેની સાથે જાહેર કરેલા બે અન્‍ય વીમા યોજનાઓમાં નોંધણી કરેલા લોકોનો આંકડો ૧૧ કરોડથી વધારે પહોંચી ગયો છે.

   નાણામંત્રાલયના અધિકારીક સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ૧૯ સપટેમ્‍બર ર૦૧પ સુધી અટલ પેન્‍શન યોજનામાં ૭.૬૮ લાખ લોકોએ જ નોંધણી કરાવી હતી. જયારે સરકારે ૩૧ ડિસેમ્‍બર ર૦૧પ સુધી બેંકોને ઓછામાં ઓછા ર કરોડ લોકોને નોંધણી કરવાની જવાબદારી લીધી છે. આ લક્ષ્યાના મુકાબલે ૪ ટકાથી પણ ઓછી છે. તેઓએ કહ્યું કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં તો અટલ પેન્‍શન યોજના તો સાવ નિષ્‍ફળ નીવડી છે. હજુ સુધી દેશભરમાં ગામડાઓનો આશરે ૧.પ૬ લાખ પુરૂષો તેમજ ૯૭,૧૦૦ મહિલાઓએ આમાં નોંધણી કરાવી છે. શહેર વિસ્‍તરોમાં નજર નાખવામાં આવે તો ૩.૦૧ લાખ પુરૂષો અને ર.૧૩ લાખ મહિલાઓને આ યોજનામાં ખાતા ખોલ્‍યા છે.

   આ યોજનામાં લોકો રસ દાખવતા નથી તેની પાછળના કારણ અંગે એક અગ્રણી સરકારી બેંકના અધ્‍યક્ષે કહ્યું કે તેમાં લાંબો લોક ઇન પીરીયડ છે ઉદાહરણ માટે જો કોઇ ર૦ વર્ષનો વ્‍યીકત અત્‍યારે ખાતુ ખોલાવે તો તેની રકમ ૪૦ વર્ષ સુધી ફસાઇ જાય. આની વચ્‍ચે સમય ગાળામાં જો કોઇ મુશ્‍કેલીની પરિસ્‍થિતિ ઉભી થાય તો પણ તેને પૈસા નહીં મળે.

   જો કે ત્‍યારબાદ નાણામંત્રાલયે નિયમમાં કોઇક ફેરફાર કર્યા છતાં લોકોને આકર્ષિત કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. એક અર્થશાસ્ત્રીના સંશોધન મુજબ ૩૦ વર્ષ બાદ જયારે કોઇ વ્‍યકિતને પ૦૦૦ રૂ. પેન્‍શન મળે તો તેની કિંમત આજના ૧રપ રૂ. બરાબર થશે. તેનો અર્થ છે કે ઉંટના મોઢામાં જીરૂ.

   અટલપેન્‍શન યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના વ્‍યકિતને લાભ આપવામાં આવ્‍યો છે. જો તેઓ દરમિહને ૪ર રૂપિયાથી ૧૪પર સુધીની રકમ જમા કરે તો તેને ૬૦ વર્ષ પૂર્ણ થયા બાદ તેના દ્વારા જમા કરેલી મુડીના હિસાબથી ૧૦૦૦ રૂ. થી માંડીને પ૦૦૦ રૂ. સુધીની રકમ દર મહિને પેનશન રૂપે મળશે. તેમાં પ વર્ષ સુધી દરેક લાભાર્થી ને પ્રીમીયમમાં પ૦ ટકા રકમ કેન્‍દ્ર સરકાર દ્વારા સબસીડી પણ મળશે.

વેબદુનિયા પર વાંચો