બ્લેક મન્ડે, સેંસેક્સ 13 હજારથી નીચે

વાર્તા

બુધવાર, 1 ઑક્ટોબર 2008 (01:46 IST)
નાણાકિય બજારને સંકટથી બચાવવા માટે અમેરિકન સેનેટે 700 અરબ ડોલરની સહાયતા કરવા છતાં આઈસીઆઈસીઆઈ બેંકને લઈને ચાલી રહેલી ચર્ચાઓના પગલે દેશમાં શેરબજારમાં સોમવારે ફરી કાળો દિવસ જોવા મળ્યો હતો.

મુંબઈ શેર બજારે સેંસેક્સમાં 506 અંકોનું ગોથું ખાધું હતું. અને અઢી માસના ગાળા બાદ ફરી સેંસેક્સ 13000ની નીચી સપાટીએ જતો રહ્યો હતો. જેમાં નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટીએ 135 અંકોની ડૂબકી લગાવી હતી.

વેચાણનું દબાણ એટલું વધારે હતું કે બીએસઈના કોઈપણ સૂચકાંકમાં વધારો નોંધાયો ન હતો. જોકે રૂપિયો ડોલરના મુકાબલે પાંચ વર્ષ બાદ 47 રૂપિયા પડી ગયો હતો. હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થા પડી ભાંગતા ભારતીય આઈટી કંપનીઓને કોઈ ફાયદો થતો જણાતો નથી.

સેંસેક્સની ત્રીસ કંપનીઓમાંથી માત્ર હિન્દુસ્તાન યુનિલિવરના શેર ફાયદામાં રહ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો