પહેલી ફેબ્રુઆરીથી મોંઘુ થશે અમૂલ દૂધ

ભાષા

રવિવાર, 31 જાન્યુઆરી 2010 (12:45 IST)
રાજ્યની સૌથી મોટી દૂધ ઉત્પાદક ગુજરાત સહકારિતા દુગ્ધ માર્કેટિંગ સંઘ ‘જીસીએમએમએફ’ એ પ્રથમ ફેબ્રુઆરીથી ગુજરાતમાં દૂધના ભાવોમાં એક અને બે રૂપિયા પ્રતિ લીટરના વધારાની જાહેરાત કરી છે.

કંપની અમૂલ બ્રાંડ નામથી ડેરી ઉત્પાદન વેંચે છે. કેંદ્રીય કૃષિ મંત્રી શરદ પવારે પણ તાજેતરમાં કહ્યું હતું કે, દૂધની કીમતોમાં વૃદ્ધિ થઈ શકે છે.

‘જીસીએમએમએફ’ ના મુખ્ય મેનેજિંગ નિર્દેશક આરએસ સોઢીએ કહ્યું, ‘અમે અમારી બ્રાન્ડો ’તાજા’ તથા ’સ્લિમ એંડ ટ્રિમ’ ની કીમતોમાં એક રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે.

જ્યારે ’ગોલ્ડ’ અને ’શક્તિ’ બ્રાંડોના ભાવ બે રૂપિયા પ્રતિ લીટર વધશે.‘ કીમતોમાં વૃદ્ધિ પ્રથમ ફેબ્રુઆરીથી કરવામાં આવશે. કંપનીએ પશુ ચારાની કીમતોંમાં વૃદ્ધિને મૂલ્યવૃદ્ધિનું પ્રમુખ કારણ જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો