આર.બી.આઇ વ્યાજદર ઘટાડશે !

વેબ દુનિયા

મંગળવાર, 31 માર્ચ 2009 (11:22 IST)
ફુગાવાનો દર શૂન્ય નજીક પહોંચતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ) ટૂંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા ફર્સ્ટ ગ્લોબલે આજે વ્યકત કરી હતી.

ફર્સ્ટ ગ્લોબલે ચોક્કસ સમયની ધારણાં ન કરતાં કહ્યું હતું કે, ફુગાવાના દરમાં અવિરતપણે થઈ રહેલાં ઘટાડાને પગલે આગામી બે મહિના સુધી વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની આરબીઆઈ પાસે સુવર્ણ તક છે. રેપો અને રીવર્સ રેપોના હાલ 150 બેઝીક પોઈન્ટના દરમાં 50થી 100નો ઘટાડો આરબીઆઈ કરે તેવી શકયતા છે.

ફર્સ્ટ ગ્લોબલે તેના અહેવાલમાં કહ્યું છે કે 14 માર્ચે પુરા થયેલાં સપ્તાહે ફુગાવાનો દર 0.27 ટકા હતો. તે છતાં પ્રાથમિક ચીજવસ્તુઓ, ફયુઅલ અને મેન્યુફેકચરીંગ વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.

બીજીબાજુ વૈશ્વિક સ્તરે સર્જાયેલી નાણાંકીય મંદી દિનપ્રતિદિન ઘેરી બની રહી છે. તેથી આરબીઆઈ ચાવીરૂપ વ્યાજદરોમાં ચોક્કસથી ઘટાડો કરશે.

વેબદુનિયા પર વાંચો