ગુલાબી ઠંડીથી બચવાના ઉપાયો

બુધવાર, 27 નવેમ્બર 2019 (15:04 IST)
ઠંડીની ઋતુમાં ત્વચા ખુબ જ શુષ્ક પડી જાય છે. જેની વિશેષ સારસંભાળ રાખવી પડે છે નહિતર ત્વચાને ખુબ જ નુકશાન થાય છે. બને તેટલો સાબુનો ઉપયોગ ન કરશો. ચહેરો ધોવા માટે કાચા દૂધની અંદર લીંબુનો રસ નિચોડીને તેને કોટન દ્વારા ચહેરા પર લગાડો અને ચહેરાને સાફ કરો. આ ઉપરાંત તમે ક્લિંઝિલ્ક મિલ્ક વડે પણ ચહેરાને સાફ કરી શકો છો. 
 
શિયાળામાં કોલ્ડ ક્રિમની જગ્યાએ મોઈશ્ચરાઈઝારનો ઉપયોગ વધારે યોગ્ય રહે છે. કોલ્ડ ક્રિમ ત્વચાની અંદર ઝડપથી શોષાતી નથી અને થોડી ચિકાશને લીધે તેની પર ધુળ માટી ચોટી જાય છે જે ત્વચાની ચમકને ઓછી કરી દે છે. 
 
અઠવાડિયામાં એક વખત મધની અંદર લીંબુ ભેળવીને ચહેરા પર લગાવો. આ ઉપરાંટ બેસનના લોટની અંદર હળદર, દૂધ અને લીંબુ ભેળવીને આ ઉબટનને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચામાં નિખાર પણ આવશે અને તમારી ત્વચા એકદમ સાફ થઈ જશે. 
 
હાથપગની વિશેષ કાળજી રાખવા માટે ગ્લિસરીનની અંદર ગુલાબજળ ભેળવીને તેમાં થોડાક ટીંપા લીંબુના ભેળવી લો અને આ લોશનને રાત્રે સુતી વખતે હાથ-પગ પર લગાડવાથી હાથ-પગની ત્વચા ફાટતી નથી તેમજ નરમ અને મુલાયમ રહે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર