તલનો તેલ આ રીતે કરો ઉપયોગ, ત્વચા પર આવશે ગજબ નિખાર, જાણો આ 5 ઉપયોગ

રવિવાર, 25 નવેમ્બર 2018 (09:27 IST)
આમ તો ચેહરાને નિખારવા માટે બજારમાં ઘણા ક્રીમ્સ અને પ્રોડ્કટસ મળી જાય છે. પણ તેમાં ખૂબ કેમિક્લ્સ હોય છે જે સ્કિનને નુકશાન પહોંચાડે છે. તલનો તેલ ચેહરા અને વાળ બન્ને માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ હોય છે. તલનો તેલને તમે રીતે-રીતે ઉપયોગ કરી શકો છો અને નિખરે એ ત્વચાની સાથે સુંદર વાળ પણ મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે 
સનસ્ક્રીન- તડકામાં જતા પહેલા લગાવો કારણકે આ સૂર્યની તેજ કિરણથી સ્કિનને બચાવશે. આ તેલમાં વિટામિન ઈ અને એંટી ઓક્સીડેંટ હોય છે જે સ્કિનને ફ્રી રેડિક્લ્સથી બચાવીને સનસ્ક્રીનના કામ કરે છે. 

માશ્ચરાઈજર- સ્કિનને માશ્ચરાઈજર કરવું ખૂબ જરૂરી છે. સવારે-સાંજે તલનો તેલ ચેહરા અને શરીર પર લગાવવાથી ચમક આવે છે. અને એ સારી
રીતે માશ્ચરાઈજર થઈ જાય છે. 

સ્કિનને સાફ કરવું 
તલનો તેલ ક્લીંજરનો કામ પણ  કરે છે. તલના તેલમાં એપ્પ્લ સાઈડર વિનેગર  મિક્સ કરી ચેહર પર લગાવો અને થૉડીવાર પછી ગર્મ પાણીથી ધોઈ નાખો. તેનાથી ચેહરાની ગંદગી નિકળી જશે. સાથે જ સ્કિનના પીએચ બેલેંસ રાખે છે. 

સ્ક્રબ બનાવો 
2 ચમચી બ્રાઉન શુગર પાઉડરમાં 2 ચમચી તલનો તેલ મિક્સ કરો અને તેમાં 12 ટીંપા યૂકેલિપ્ટસના તેલ મિક્સ કરો. આ પેસ્ટને ચેહરા પર લગાવીને સ્ક્રબ કરો અને 20 મિનિટ પછી ધોઈ લો. 
પિંપલ્સ અને કરચલીઓ 
જો તમારા ચેહરા પર પિંપલ્સ અને કરચલીઓ છે તો ચેહરાને પહેલા હળવું ગર્મ પાણીથી ધોઈલો અને પછી તલનો તેલ લગાવો. આવું દરરોજ કરવાથી પિંપલ્સ અને કરચલીઓથી છુટકારો મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર