ખૂબ જ ઓછા લોકો આ વાતને જાણે છે કે ઈંડાનો સફેદ ભાગ ત્વચાની રંગત સ્વચ્છ કરવાનુ કામ કરે છે. આ ઉપરાંત તેનો નિયમિત ઉપયોગ કરીને ત્વચામાં ટાઈટૅનેસ આવે છે. જ્યારે કે ખાંડનો ઉપયોગ કરવાથી ત્વચાની ડેડ સ્કીન સાફ થઈ જાય છે. જ્યારે તમે આ વસ્તુઓનો ઉપયોગ ફેસપેકના રૂપમાં કરો છો તો તમારા ચેહરા પરના બધા અણગમતા વાળ સહેલાઈથી નીકળી જાય છે. આવો જાણીએ કેવી રીતે બને છે આ ફેસપૈક
જે લોક ચેહરા પરના અણગમતા વાળ હટાવવા માટે ઈંડાનો ઉપયોગ નથી કરવા માંગતા તેઓ ઈંડાને બદલે લીંબુના રસનો ઉપયોગ કરી શકે છે. આ માટે 2 ચમચી લીંબુના રસમાં 2 ચમચી ખાંડ અને 10 ચમચી પાણી મિક્સ કરીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. આ પૈકને ચેહરા પર 15-20 મિનિટ લગાવ્યા પછી મસાજ કરતા સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર જરૂર અપનાવો. આવુ કરવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.