સૌદર્ય સલાહ - ઝટપટ ચહેરો ચમકાવવા માટે અપનાવી જુઓ આ ટિપ્સ

સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (18:45 IST)
આજકાલ મોટાભાગના લોકો સમયની કમીને કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન નથી આપી શકતા. જેને કારણે સ્કિન ડલ થઈ જાય છે.  જો તમારી સાથે પણ આ જ સમસ્યા છે તો અમે તમને બતાવી રહ્યા છે કેટલીક વિશેષ ઘરેલુ ટિપ્સ. જેને અપનાવી લેશો તો ચેહરો ચમકવા લાગશે. 
 
1. બે ચમચી બેસનમાં અડધો નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપા ગુલાબ જળ અને દસ ટીપા લીંબૂના મિક્સ કરી ફેંટો. ત્યાબાદ થોડુ કાચુ દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને ન્હાતા પહેલા ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો. 
 
2. આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે  હળવા હાથે મસાજ કરો.   થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે. 
 
3. એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ લગાવી રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો. 
 
4. જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. રોજ શરીર પર માલિશ કરી ગરમ પાણીથી ન્હાવ.  દૂધમાં કેસર મિક્સ કરીને પીવો. 
 
5. સંતરાનુ જ્યુસ પીવો. સંતરાના છાલટાને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. આ ખૂબ કારગર નુસ્ખો છે. 
 
6. મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે. 
 
7. બે ચમચી ખીરાનો રસ. અડધી ચમચી લીંબૂનો રસ ને ચપડી હળદર મિક્સ કરીને લગાવો. 
 
8. ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો. 
 
9. રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગાજરનુ જ્યુસ પીવાથી રંગ નિખરવા માંડે છે. 
 
10. લીમડો ત્વચાની રોગ પ્રતિરોધી ક્ષમતા વધારે છે. તેના ઉપયોગથી પિંપલ્સ દૂર થાય છે. ચાર પાંચ લીમડાનાં પાનને મુલ્તાની માટીમાં મિક્સ કરી થોડુ પાણી નાખી વાટી લો. આ લેપ ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો. 
 
11. કેળા ચેહરાની કરચલીઓ મટાડે છે. આ ત્વચામાં ખેંચ લાવે છે. પાકેલુ કેળુ મૈશ કરી ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો. 
 
12. એક ચમચી મઘ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચેહરા પર લગાવો. ત્વચા નિખરી જશે. 
 
13. જ્યારે પણ બહાર જાવ તો સનસ્ક્રીન ક્રીમ કે લોશન લગાવો. સૂરજની કઠોર કિરણો ત્વચાની રંગને ઓછી કરી દે છે. 
 
14. ગ્રીન ટી એંટી-ઑક્સીડેંટથી ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી ત્વચાના દાગ-ધબ્બા દૂર થાય છે. 
 
15 કાકડીનો રસ શ્યામ ત્વચાને દૂર કરવામાં ખૂબ સહાયક હોય છે. કાકડીનો રસ કાઢીને ચેહરા પર લગાવીને 15 મિનિટ રહેવા દો પછી ચેહરો ધોઈ નાખો. ચેહરો ચમકી ઉઠશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર