ગ્રીન ટી
આરોગ્યને સારું રાખવાની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં ગ્રીન ટી ફાયદાકારી ગણાય છે. તેમાં એંટી ઑક્સીડેંટ, એંટી વાયરલ, એંટી ઈંફ્લેમેંટરી ગુણ હોય છે. તેના સેવનથી ચેહરા પર પડેલ પિંપલ્સના ડાઘ, ધબ્બા, સોજા અને રેડનેસ દૂર કરવામાં મદદ મળે છે. તમે કોઈ ફેસપેકમાં ગ્રીન ટી મિક્સ કરી ચેહરા પર 10 મિનિટ સુધી લગાવી શકો છો. તે સિવાય વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકવાની જગ્યા તેને ફ્રીજમાં રાખી ઠંડુ કરવું. ત્યારબાદ તેને પિંપલ્સ વાળી જગ્યા પર થોડા મિનિટ સુધી રાખવું. આવુ થોડી વાર કરવાથી પિંપલ્સ ઓછા થઈ જશે અને સ્કિનમાં ઠંડક લાગશે.