પીળા નખથી પરેશાન છો તો ફૉલો કરો આ 4 Nail Whitening ટીપ્સ
ગુરુવાર, 8 જુલાઈ 2021 (13:23 IST)
સુંદર, મજબૂત અને લાંબા નખ હાથની સુંદરતા વધારવાનો કામ કરે છે. તેથી છોકરીઓ તેને શણગારવા માટે જુદા-જુદા નેલ પેંટ અને નેલ આર્ટ કરાવવું પસંદ કરે છે. પણ લાંબા સમય સુધી નેલ પેંટ લગાવી રાખવાથી નખ નબળા અને પીળા પડવા લાગે છે. પણ કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તમે તમારી આ પરેશાનીથી બચી શકો છો. ચાલો આજે અમે તમને સફેદ અને ચમકદાર નખ માટે કેટલાક સરળ ટીપ્સ
જણાવીએ છે....
1. લીંબૂ અને બેકિંગ સોડા
એસકપર્ટના મુજબ લીંબૂ અને બેકિંગ સોડાનો મિશ્રણ નખ પર ક્લીંજિંગની રીતે ઉપયોગ કરાય છે. તેથી પીળા, બેજાન નખ સાફ થઈને એકદમ ચમકદાર બનવામાં મદદ મળે છે.
આ રીતે કરવું ઉપયોગ
તેના માટે એક વાટકીમાં 1/2 લીંબૂનો રસ, 2 નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તૈયાર પેસ્ટને નખ પર લગાવીને 10 મિનિટ મૂકી દો. હવે કોઈ જૂનો ટૂથબ્રશની મદદથી નખ પર સ્ક્રબ કરો. પછી થોડો સાબુ
લગાવીને તેને પાણીથી ધોઈ લો.
નોંધ- તમે બેકિંગ સોડાની જગ્યા મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ નખ પર પડેલા ડાઘ સાફ થઈને ચમકદાર થવામાં મદદ મળશે.
2. ટૂથપેસ્ટ
તમે પીળા અને બેજાન નખને સુંદર બનાવવા માટે વ્હાઈટનિંહ ટૂથપેસ્ટ ઉપયોગ કરી શકો છો. તેમજ કેટલાક ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા અને પેરોક્સાઈડ હોય છે. તેનાથી નખનો રંગ સફેદ થવા અને મજબૂતી
મળવામાં મદદ મળે છે.
આ રીતે કરવું ઉપયોગ
તેના માટે સૌથી પહેલા Nail buffer અને તેલ ફાઈલરથી નખની સફાઈ કરવી. પછી ટૂથપેસ્ટની પાતળી પરત નખ પર લગાવીને 10 મિનિટ સુધી મૂકી દો. પછી જૂના ટૂથબ્રશથી નખ પર સ્ક્રબ કરવું. પછી કૉટન બૉલને પાણીમાં ડુબાળી નખને સાફ કરી લો.
3. સફેદ સિરકો
સિરકો એક હળવુ એસિડ હોય છે જે નખની સખ્ય સપાટ પર એકત્ર ડાઘ સાફ કરવામાં કારગર હોય છે. પણ તેના માટે સફેદ સિરકો જ ઉપયોગ કરવું.
આ રીતે કરવું ઉપયોગ
એક બાઉલમાં 1 કપણ હૂંફાણા પાણી અને 1 નાની ચમચી સફેદ સિરકો મિક્સ કરો. પછી તેમાં આંગળીઓ આશરે 10 મિનિટ સુધી ડુબાડો. પછી હાથને હૂંફાણા પાણીથી ધોઈને કૉટનના કપડાથી કે ટૉવેલથી ધીમે ધીમે સુઆવો. સ્કીન સૂકી થવથી બચાવવા તેના પર ક્રીમ કે લોશન લગાવો.
4. લીંબૂના છાલટા
નીંબૂ નેચરલ બ્લીચિંગ એજંટ હોય છે. તેના માટે લીંબૂના છાલટાને 5 મિઇઇટ નખ પર ઘસવું. પછી હાથને પાણીતી ધોઈને લૂંછી લો.