કચ્છ
કચ્છ એ મિરર વર્કનું કેન્દ્ર છે અને કચ્છના ભુજમાં તમને ખૂબ જ અનોખા, હાથથી બનાવેલા મિરર વર્કના કપડાં મળશે, જે તમને ચોક્કસ ગમશે. અહીંના કારીગરો તેમની જટિલ અને રંગબેરંગી ડિઝાઇન માટે જાણીતા છે. તમે અહીં અદભૂત મિરર એમ્બ્રોઇડરી સાથે પરંપરાગત કુર્તા, જેકેટ્સ, સ્કર્ટ વગેરે સરળતાથી ખરીદી શકો છો