Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

મંગળવાર, 28 મે 2024 (15:50 IST)
Menstrual Hygiene- આજે એટલે કે 28 મે ના દિવસે દુનિયાભરમાં Menstrual Hygiene ના રૂપમાં ઉજવાય છે. આમ તો પીરિયડસ મહિલાઓને દર મહીને થતા એક બાયોલૉજિકલ પ્રોસેસ છે પણ અમારા સમાજના કેટલાક ભાગમાં આજે અપ્ણ તેને એક ટેબૂ ગણાય છે તેથી પોતે મહિલાઓને પીરીયડસથી સંકળાયેલી યોગ્ય જાણકારી નથી હોય છે. આ દિવસોમાં કઈ રીતે હાઈજીન મેંટેન કરવી છે કેવી રીતે પોતાનુ ધ્યાન રાખવુ છે આ વાત પર ધ્યાન આપવુ જરૂરી છે. 
 
યીસ્ટ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન યોગ્ય હાઈજીન મેંટેન કરવી જરૂરી છે. આ દિવસેમાં હાઈજીનની કમીના કારણે યીસ્ટ ઈંફેક્શન થઈ શકે છે. વેજાઈનલ યીસ્ટ ઈંફેકશનના કારણે, વેજાઈનામાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે. ઘણી વાર લક્ષણ ગંભીર થઈ શકે છે અને તમને ડેલી રૂટીન પર પણ અસર નાખી શકે છે. 
 
યુરિનરી ટ્રેક્ટ ઈફેકશન 
પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને યુટીઆઈની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, પુરૂષોની તુલનામાં, સ્ત્રીઓને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થવાનું જોખમ વધારે છે.  જો તમે આ દિવસોમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો UTI તમને પરેશાન કરી શકે છે.
 
ફંગલ ઈંફેકશન 
પીરિયડસનના દરમિયાન સમય પર પેડ બદલવુ, વેજાઈનક એરિયાની સાફ સફાઈ સારી રીત ન કરવાના કારણે મહિલાઓને ફંગલ ઈંફેકશન થઈ શકે છે. તેના કારણે વેજાઈનામાં ખંજવાળ, બળતરા, યોનિમાર્ગ 
સ્રાવ અને સોજો પણ આવી શકે છે.
 
બેકટીરિયલ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન ખરાબ સફાઈના કારણે યોનિમા બેક્ટીરિયા થવા લાગે છે. બેક્ટેરિયલ વેજીનોસિસ પાછળ, એક જ પેડનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો અથવા પીરિયડ્સ દરમિયાન ખૂબ ચુસ્ત પેન્ટી પહેરવા જેવા કારણો હોઈ શકે છે.

Edited By- Monica sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર