સેનિટરી પેડ ખરીદતા પહેલા જરૂર રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, કામ લાગશે આ ટિપ્સ

શુક્રવાર, 25 મે 2018 (15:15 IST)
પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે સેનેટરી પેડને ખરીદવું જ માત્ર નહી પણ તેને ખરીદતા પહેલા આપણે ઘણી બધી વાતોનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આગળ જાણો સેનેટરી પેડ ખરીદતા સમયે કઈ-કઈ 
વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 
 
પેડ ખરીદતા સમયે સૌથી પહેલા ધ્યાન રાખો કે પેડ ઈકોફ્રેડલી હોય. તેની સાથે જ નેપકિનની કવાલિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર છોકરીઓ ઓછા પૈસાના ચક્કરમાં કોઈ પણ સેનેટરી પેડ ખરીદી લે છે. જો તમે તમે આવું કરો છો તો સાવધાન થઈ જાઓ કારણકે પેડની ક્વાલિટીને હળવામાં ન લેવું. 
 
ઘણી વાર સેનેટરી પેડ બ્રાંડ આ ક્લેમ કરે છે કે એ સારા કમ્પોજીશન વાળા સેનેટરી પેડસ બનાવે છે, પણ એવું હોતું નથી. ઘણી બધી કંપનીઓ દાવો કરે છે કે તેના દ્વારા બનાવેલા સેનેટરી પેડ નેચરલ છે, પણ એવું હોતું નથી. ઘણી કંપની તેની ઉપરની શીટ માટે માત્ર નેચરલ ઉપયોગ કરે છે તેથી પેડ ખરીદતા સમયે ધ્યાન આપો કે નેપકિન કાર્ન સ્ટાર્ચથી બનેલા હોય. 
 
હમેશા એવા જ સેનેટરી પેડસનો ચયન કરવું જેને સરળતાથી ડિસ્પોજ કરી શકાય. કારણકે જે સેનેટરી પેડ સરળતાથી ડિસ્પોજ થઈ શકતા નથી એ આપણી સાથે સાથે વાતાવરણને પણ ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
સિંથેટિક પેડસને એવોઈડ કરવાની કોશિશ કરવી. તેની જગ્યાએ બાયોડિગ્રેડેબલ પેડસનો ઉપયોગ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર