આ છે હેયરવૉશ કરવાની સાચી રીત- ખોટા રીતે શેંપૂ કરવાથી ખરી શકે છે વાળ

ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (16:48 IST)
જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો તો તેનો કારણ તમારા શેંપૂ કરવાની સાચી રીત તો નથી. જી હા સાંભળીને તમે થોડા હેરાન પણ થઈ શકો છો પણ આ વાત સત્ય છે. તમારા શેંપૂ કરવાની રીત પણ ઘણી 
વાર વાળ ખરવાનો કારણ બની શકે છે. આવો જાણી શું છે હેયરવૉશ કરવાની રીત 
 
હેયરવોશ કેવી રીતે કરે છે. -મોટા ભાગે લોકો વાળને શેંપૂ કરતા સમયે સીધો તેને તેમના વાળ પર કરવા લાગે છે. વાળમાં શેંપૂ નાખ્યા પછી તે પાણીની મદદથી ફીણ બનાવીને રગડે છે. આ રીતે એકદમ ખોટી 
છે. 
 
શું હોય છે નુકશાન- આ રીતે વાળને ધોવાથી વાળમાં એક જગ્યા શેંપૂ એકત્ર થઈ જાય છે. જે રગડતા વાળને તૂટવા-ખરવાના કારણ બને છે. 
 
શેંપૂ કરવાની સાચી રીત- વાળને શેંપૂ કરવા માટે સૌથી પહેલા તેણે પાણીથી હળવો ભીના કરી લો.  હવે ચોથાઈ મગ પાણીમાં શેંપૂ નાખી તેને સારી રીતે મિકસ કરી લો. હવે આ શેંપૂને વાળ અને સ્કેલ્પ પર લગાવીને ફીણ બનાવતા. આવુ કરતા સમયે તમારા સ્કેલ્પને જોર-જોરથી રગડવું. પણ હળવા હાથથી વાળની સફાઈ કરવી. આવુ કરતા વાળમાં એક જગ્યા શેંપૂ એક્ત્ર નહી થશે અને વાળ તૂટવાથી બચી જશે. 
 
આ રીતે કરવુ કંડીશનર- કંડીશનર હમેશા વાળની લંબાઈ પર જ લગાવવો જોઈએ. તેનો ઉપયોગ ક્યારે પણ વાળની મૂળ પર ન કરવું. આવુ કરવાથી વાળનો ખરવો શરૂ થઈ જાય છે. કંડીશનરને હળવા હાથથી વાળને રગડતા લગાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ શાવર લઈ લો. 
 
દરરોજ શેંપૂ કરવુ ખોટું. દરરોજ શેંપૂ કરવાથી વાળને નેચરલ ઑયલ ખત્મ થવા લાગે છે. તેના કારાણે વાળ સૂકા અને નિર્જીવ થઈને તૂટવા-ખરવ લાગે છે. 
 
કેવુ હોવુ શેંપૂ- વાળને વૉશ કરવા માટે હમેશા સલ્ફેટ ફ્રી માઈલ્ડ શેંપૂનો જ ઉપયોગ કરવું. તેના માટે તમે હર્બલ કે પછી કોઈ આયુર્વેદિક શેંપૂનો ઉપયોગ કરી શકો છો. તેથી શેંપૂમાં કેમિકલ્સની માત્ર ખૂબ ઓછી કે થોડી પણ ન હોય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર