હેર કેર - વાળને સ્વસ્થ રાખવા જરૂરી છે પોષણ

દરેકની ઇચ્છા હોય છે કે તેમના વાળનો વિકાસ સારો થાય અને તેના માટે તેઓ શક્ય તમામ પ્રયાસો પણ કરતા હોય છે. પણ શું તમે જાણો છો વાળના વિકાસ માટે તેમાં તેલ માલિશ કરવી બહુ જરૂરી હોય છે? જી હા, તેલથી વાળને માત્ર પૌષ્ટિકતા જ નથી મળતી પણ વાળમાં જીવ પણ રેડાય છે. લાંબા, ઘાટિલા, લહેરાતા વાળ મેળવવા માટેનો તેલથી વધુ સારો ઉપાય બીજો કોઇ નથી. તેલના ફાયદા અનેક છે. તેનાથી વાળ મજબૂત બને છે, વાળમાં ચમક આવે છે. પણ અહીં પ્રશ્ન એ છે કે વાળને સ્વસ્થ રાખવા માટે કયું તેલ વાપરવું? આમ તો બજારમાં અવનવાં તેલ મળતા હોય છે પણ પ્રાકૃતિક તેલનું પોતાનું ખાસ મહત્વ હોય છે. વાળના વિકાસ માટે નારિયેળનું તેલ બહુ ઉત્તમ હોય છે. નારિયેળ તેલના અનેક ફાયદા હોય છે. જાણીએ વાળ માટે શા માટે ઉત્તમ છે નારિયેળ તેલ...

- નારિયેળ તેલમાંથી માત્ર શાકભાજી જ નથી બનાવી શકાતા, તેનો પ્રયોગ ત્વચામાં નિખાર લાવવા માટે પણ કરવામાં આવે છે. નારિયેળ તેલમાં ભોજન રાંધવાથી તે બહુ લાંબા સમય સુધી તાજું રહે છે.

- એ જ રીતે વાળને નમી આપવા માટે નારિયેળ તેલનો પ્રયોગ બહુ થાય છે. માત્ર વાળમાં ભેજ પૂરો પાડવાનું કામ જ નથી કરતું પણ વાળનો ગ્રોથ વધારવામાં પણ તે અત્યંત ફાયદાકારક છે.

- બહારના ઉત્પાદકોના વપરાશથી હંમેશા વાળમાં પૌષ્ટિક તત્વો જેવા કે પ્રોટીન વગેરેની ઉણપ સર્જાવા લાગે છે જેનાથી વાળને લગતી અનેક સમસ્યા સર્જાવાની શરૂ થઇ જાય છે. નારિયેળ તેલના ઉપયોગથી વાળમાં પ્રોટીનની ઉણપને દૂર કરી શકાય છે. નારિયેળ તેલના પ્રયોગથી વાળને ભરપુર માત્રામાં પ્રોટીન મળે છે.

- જો તમારા વાળ સખત ખરી રહ્યાં હોય અને તમે ગંજા થવાની સમસ્યાનો શિકાર બનવા લાગ્યા હોય તો નારિયેળ તેલનો ઉપયોગ ઉત્તમ રહેશે. નારિયેળ તેલના ઉપયોગથી તમારી વાળ ખરવાની સમસ્યામાં તમને રાહત મળશે અને વાળનો ગ્રોથ પણ સારો થશે.

- વાળને સ્વસ્થ રાખવા અને તેને વિવિધ બીમારીથી બચાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી વાળમાં માત્ર ચમક જ નહીં આવે પણ તમને થનારી કોઇપણ બીમારીમાં વાળ બચી જશે.

- સ્કાલ્પમાં થતી ડ્રાયનેસ, શુષ્ક વાળની સમસ્યા અને વાળમાં થતો ખોડો વગેરેથી બચવા માટે પણ નારિયેળ તેલથી ઉત્તમ બીજું કોઇ તેલ નથી.

- વાળને કંડિશનિંગ કરવા માટે અને સુંદર વાળ મેળવવા નારિયેળ તેલથી વાળની માલિશ કરવી જોઇએ

ટૂંકમાં નારિયેળ તેલથી વાળની માલિશ કરવાથી તમે માત્ર વાળની સમસ્યાઓ રોકી જ નહીં શકો પણ વાળને સારી રીતે કંડિશનિંગ કરી શકશો અને તેના યોગ્ય વિકાસ માટે તેને ઉત્તમ પોષણ પૂરું પાડશો.

વેબદુનિયા પર વાંચો