Beauty Tips - ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા
શનિવાર, 1 જુલાઈ 2017 (15:15 IST)
પહેલાના સમયમાં સુંદર દેખાવ માટે આપણે દાદી નાનીના ઘરેલુ નુસ્ખા અપનાવતા હતા. આ માટે તેમને કોઈ પાર્લર જવાની જરૂર નહોતી પડતી. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ બ્યુટી સીક્રેટ બતાવી રહ્યા છીએ. જેનાથી તમે બેદાગ અને કરચલી રહિત ત્વચા મેળવી શકો છો. એ પણ કોઈ બ્યુટીશિયનની મદદ વગર જ..
1. બેરી જ્યુસ - બેરી એક પ્રકારનુ ફળ છે. તેમા જાંબુ, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી જેવા નાના ફળ આવે છે. તમે આમાંથી કોઈપણ ફ્રૂટ લઈને તેનો રસ કાઢી લો. હવે તેને ચેહરા પર લગાવો અને 15 મિનિટ પછી ત્વચા સાફ કરી લો.
2. બેકિંગ સોડા - 1 ટી સ્પૂન બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને તમે તમારા દાગવાળા ભાગ પર લગાવો અને હળવે હાથે 1 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો.
3. લીંબૂનો રસ - લીંબૂનો રસ અને દહી બરાબર માત્રામાં મિક્સ કરીને માસ્ક તૈયાર કરી લો અને ચેહરા પર લગાવો. તેને 15 મિનિટ પછી ધોઈ લો.
4. આદુ અને લવિંગ - આદુથી તમે બેદાગ અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તમે 1 ટીસ્પૂન આદુનો રસ અને 1-2 લવિંગ વાટીને મિક્સ કરી લો. તેને ચેહરા પર લગાવીને ધુવો. તમે આનો દિવસમાં 2 વાર ઉપયોગ કરી શકો છો.
5. જિંક અને સોડિયમ - ચેહરા પર માસ્ક લગાવવા ઉપરાંત સારુ ડાયેટ હોવુ પણ જરૂરી છે. જો ખાવુ પીવુ સારુ હશે તો ત્વચા પણ ચમકદાર, બેદાગ અને સુંદર જોવા મળશે. તમારા ખાવામાં ઝિંક અને સોડિયમથી ભરપૂર આહાર લો. ઓટ્સ, સૂકા મેવા, દૂધ, ઈંડા, માછલી અને ફ્રૂટ તમારા ડાયેટમાં સામેલ કરો.