આજના સમયમાં દરેક છોકરો અને છોકરી વાળ ખરવાને લઈને પરેશાન છે. ઓછી વયમં જ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે બદલતી લાઈફસ્ટાઈલ, ખોટી ખાનપાનની ટેવ અને વાળની યોગ્ય રીતે દેખરેખ ન કરવી. ધૂળ અને પ્રદૂષણે કારણે પણ આપણા વાળ નબળા અને બેજાન થઈ જાય છે.
જો તમે વાળની પરેશાની દૂર કરવા માટે અનેક પ્રકારના તેલ અને દવા લઈ ચુક્યા છો અને તેમ છતા પણ તમને કોઈ ખાસ ફરક નથી દેખાતો તો આદુનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે. એક તાજા આદુની જડમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા બધા વિટામિન્સ હોય છે. જે તમારા વાળને પોષણ પ્રદાન કરે છે. સાથે સાથે મજબૂત પણ બનાવે છે.