Skin care- રાત્રે સૂતા પહેલા ફેસ પર કરવુ આ તેલથી માલિશ, ચેહરા પર આવશે ગજબનો ગ્લો

સોમવાર, 22 ઑગસ્ટ 2022 (14:52 IST)
Coconut Oil For Skin: ઉનાળા, વરસાદ કે શિયાળામાં અમારા ફેશિયલ સ્કિન જુદા-જુદા રીતે રિસ્પ્ંડ કરે છે. તેથી દરેક મૌસમમાં અમે અમારી સ્કિનની ખાસ કાળજી રાખવો પડે છે. નહી તો આ સૂકી અને બેજાન થવા લાગે છે. જો તમે ચેહરાની રંગત ગુમાવવા કે ડાઘથી પરેશાન છો તો તમે નારિયેળ પાણી પીવાથી તમને ફાયદો થશે. તેમજ હેલ્દી સ્કિન માટે નરિયેળ તેલનો ઉપયોગ ખૂબ અસરકારી માનવામાં આવ્યો છે. 
 
સ્કિન માટે ફાયદાકારે છે નારિયેળનુ તેલ 
નારિયેળ તેલમાં એંટી ફંગલ ગુણ હોય છે જે સ્કિનમાં થતી પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ નેચરલ ઑયલનો ઉપયોગ ઘણી પ્રકારથી કરાય છે. કેટલાક લોકો આ વાળમાં લગાવે છે તો ઘણા લોકો તેને કુકિંગ ઑયલના રૂપમાં ઉપયોગ કરે છે. જો તમે તેમે ફેશિયલ સ્કિન પર લગાવશો તો ચોંકાવનાર ફાયદા જોવાશે. 
 
નારિયેળ તેલ કેવી રીતે વાપરીએ 
- રાત્રે સૂતા પહેલા ફેસને સારી રીતે ધોઈ લો અને પછી તેલને હથેળી પર લગાવીને ડાઘ પર ઘસવું. તે પછી ચેહરા પર માલિશ કરવી અને રાત ભર માઋએ મૂકી દો. આવુ કરવાથી ડાર્ક સ્પૉટ દૂર થઈ જશે અને ત્વચામાં કસાવ આવવા લાગે છે. 
 
- દરરોજ રાત્રે આ રીતે નારિયેળ તેલની માલિશ કરવાથી તેનો અસર થોડા જ દિવસમાં જોવાવા લાગશે કારણ કે ત્વચામાં લોહીનો સંચાર સારી રીતે થવા લાગે છે. નારિયેળ તેલને ચેહરા પર લગાવવાથી ફેસ પર ગજબનો નિખાર આવી જશે અને ફેશિયલ સ્કિન પણ ટોન થઈ જશે. 
 
- તમે ઈચ્છો તો નારિયેળના તેલમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને ગુલાબ જળને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને ફેસ પર લગાવીને હળવા હાથથી માલિશ કરવી. હવે આશરે અડધા કલાક માટે મૂકી દો અને પછી હૂંફાણા પાણીથી ચેહરો સાફ કરી લો. 
 
- જો તમારી ત્વચા તેલીય છે તો નારિયેળ તેલમાં એક ચમચી દહીં મિક્સ કરી ફેસ પેક બનાવી લો અને ચેહરા પર માલિશ કરતા અપ્લાઈ કરવુ. હવે 30 મિનિટમાં તેને સાફ પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિન પર શાનદાર ગ્લો આવી જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર