ફીલ્ડ જોબ માટે સ્કીન કેયર-1

N.D
જો તમારી જોબ એવી હોય કે તમારે ઓફીસમાં બેસવાની જગ્યાએ ફીલ્ડમાં વધારે ફરવું પડતું હોય તો તેને માટે નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપો-

બહાર જતાં પહેલાં ઓછામાં ઓછુ 25 એસ.પી.એફ પાવરનું સનસ્ક્રીન જરૂર લગાવો અને શરીરના ખુલ્લા ભાગ પર પણ લગાવો.

જો તમે વધારે સમય માટે ઘરની બહાર રહેવાના હોય તો પોતાની પાસે સનસ્ક્રીન રાખો અને દર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન લગાવો.

આંખોને સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે સનગ્લાસ જરૂર પહેરો.

વધારે પડતા તાપમાં ફરવાથી હોઠનો રંગ બદલાઈ જાય છે અને હોઠ સુકાઈ પણ જાય છે. એટલા માટે બહાર નીકળતાં પહેલા હોઠ પર સનસ્ક્રીન જરૂર લગાવો.

વેબદુનિયા પર વાંચો