ટેનિગ કેવી રીતે દૂર કરશો ?

શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (16:07 IST)
તડકાના કારણે આપણા શરીર પર ટેનિંગ થઈ જાય છે. જેથી આપણી  સ્કીન રફ અને શ્યામ થવા લાગે છે. સૂર્યના  પરાબેંગની કિરણોના સંપર્કમાં આવવાથી  સ્કીનમાં ટેનિંગ થાય છે. આનાથી બચવા સામાન્ય રીતે સનસ્ક્રીન સ્કાર્ફ કે ફૂલ સ્લીવના કપડા વગેરે પ્રયોગ કરાય છે. પણ સનસ્ક્રીન ન લગાવવાથી તમારી સ્કીન ટેન થઈ જાય છે. આવો તમને જણાવીએ ટેનિંગ દૂર કરવાના ઉપાય.
 
લીંબૂ
 
ટેનિંગ દૂર કરવાની  સૌથી સરળ રીત છે લીંબૂનો રસ. લીંબૂના રસ ને 15 મિનિટ ટેન સ્કીન પર લગાવો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. આથી તમારી સ્કીનમાં થોડા જ દિવસોમાં ફર્ક જોવા મળશે.  
 
બદામ
 
5-7 પલાળેલા બદામને વાટી લો પછી એમાં ચંદનનું  તેલ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ટેનિંગવાળી સ્કીન પર લગાવો. આ ટેનિંગ પર તરત જ અસર કરશે. 
 
દહી અને હળદર 
 
દહીંમાં થોડી હળદર મિક્સ કરી લો અને આ મિશ્રણને 20 મિનિટ સુધી લગાવી રાખો. આ ચેહરા સાથે ગળા અને હાથ પર પણ લગાવી શકાય છે. આથી ટેનિંગ ઓછી થાય છે. 
 
પપૈયા
 
પપૈયાને મેશ કરીને  ટેન સ્કીન પર લગાવો ટેન દૂર થવાની સાથે સ્કીનને જરૂરી પોષક તત્વ પણ મળશે. 
 
કાકડી
 
કાકડીને વાટી એમાં કાચુ  દૂધ અને લીંબૂનો રસ મિક્સ કરી . આ મિશ્રણને ટેન થયેલ સ્કીન પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો. આનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વારથી વધારે ન કરો. 

વેબદુનિયા પર વાંચો