સોનાના બર્કથી ફેશિયલ

N.D

આજકાલ લોકો પોતાના ચહેરા પ્રત્યે વધારે સભાન થઈ રહ્યાં છે તેથી હવે દરેક કાર્યક્રમની અંદર ફેશિયલ અવશ્ય કરાવે છે. હવે તો ફક્ત યુવતીઓ જ નહિ પરંતુ યુવાનો પણ ફેશિયલ કરાવે છે.

હવે ફેશિયલમાં પણ ઘણી વધી વેરાયટીઝ આવી ગઈ છે. સમયથી સાથે સાથે તેની અંદર પણ નિખાર આવતો રહ્યો છે. આજકાલ સોનાના બર્કથી ફેસિયલ કરાવવાનો સમય આવી ગયો છે. તેની કિંમત પણ જો કે તેવી જ છે. સોનાના બર્કના ફેશિયલનો અત્યારે લંડનમાં ખુબ જ ક્રેઝ છે. હવે આ 24 કેરેટ સોનાના ફેશિયલની અહીંયા પણ ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

80 મિનિટના ફેશિયલની કિંમત 180 પાઉંડ છે એટલે કે ભારતના 14400 રૂપિયા થાય. સોનાના બર્કને મસાજ દરમિયાન લગાવવામાં આવે છે. ફેશિયલ કરનાર કંપની યૂએમઓનો એવો દાવો છે કે ત્વચા વધારે જવાન થઈને ખીલી જાય છે અને ઉજળી પણ થાય છે.

જો કે ભારતની અંદર તો આવા સોનાના બર્ક અને તેનું સેવન કરવાની પરંપરા જુની છે. અહીંયા સુધી કે એવું પણ કહેવાય છે કે ક્લીયોપેટ્રા દરેક રાત્રે સોનાનું બર્ક લગાવીને સુતી હતી. જ્યારે કે ચીનની મહારાણી પોતાના ચહેરા પર સોનાના રોલર મસાજ દરમિયાન ફેરવાતી હતી. યૂએમઓ કંપનીનો એવો દાવો છે કે સાઉથ કૈરોલીનાના ચાર્લ્સટન પ્લેસ સ્પામાં આ વિદ્યા વિકસીત કરવામાં આવી છે. બ્યુટી ટ્રીટમેંટની દિશામાં આ વિલાસીતા વધારવાની નિશાની છે.

વેબદુનિયા પર વાંચો