માતાજીની આરતી

ગુરુવાર, 30 માર્ચ 2017 (09:05 IST)
જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ-૨
અખંડ બ્રમ્હાંડ દિપાવ્યા-૨ પડવે પ્રગટ્યા મા…ઑમ જયો જયો મા જગદંબે…
 
દ્વીતિયા બે સ્વરૂપ શિવ શક્તિ જાનુ,
બ્રહ્મા ગણપતી ગાયે-૨ હર ગાવુ હર મા.. ઓમ જયો જયો મા જગદંબે…
 
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રીભુવન મા બેઠા,
દયા થકી ત્રિવેણી-૨ તમે ત્રિવેણી મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા,
ચાર ભુજા ચૌદિશા-૨ પ્રગટ્યા દક્ષિણ મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા,
પંચ તત્વ ત્યા સોઈયે-૨ પંચે તત્વો મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
ષષ્ઠી તૂ નારાયની મહીસાસુર માર્યો,
નર નારી ના રૂપે-૨ વ્યાપ્યા સઘળે મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા,
ગૌગંગા ગાયત્રી-૨ ગૌરી ગીતા મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
અષ્ટમી અષ્ટા ભુજા મા આયી આનંદા,
સુર નર મુનિવર જણમ્યા-૨ દેવ દૈત્યૂઑ મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
નવમી નવ કુલ નાગ સેવે નવ દુર્ગા,
નવરાત્રિ ના પૂજન,શિવરાત્રી ના અરચન કીધા હરબ્રાહ્મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
દસમી દસ અવતાર, જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા-૨ રાવણ રોળ્યો મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
એકાદશિ અગીયારાશ કત્યય્નિકા મા,
કામ દુર્ગા કલિકા-૨ શ્યામા ને રામા…ઓમ જયો જયો મા જગદંબે…
 
બારશે બાલા રૂપ બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોઈયે,કાળ ભૈરવ સોઈયે,તારા છે તુજ મા…ઓમ જયો જયો મા જગદંબે…
 
તેરશે તુલજા રૂપ તમે તારુનિ માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ -૨ ગુણ તારા ગાતા…ઓમ જયો જયો મા જગદંબે…
 
ચૌદશે ચૌદા રૂપ ચન્ડી ચામુંડા,
ભાવ ભક્તિ કાઇ આપો,ચતુરાઈ કાઇ આપો, શિહવાહીની માતા…ઓમ જયો જયો મા જગદંબે…
 
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા,
વશિષ્ઠા દેવે વખાણ્યા,માર્કૅંડ દેવે વખાણ્યા,ગાયે શુભ કવિતા…ઓમ જયો જયો મા જગદંબે…
 
સંવત સોળ સતાવન સોળ સે બાવીશ મા,
સંવત સોળે પ્રગત્યા, રેવા ને તીરે, હર ગંગા ને તીરે
 
ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા મન્છાવતિ નગરી
સોળ સહસ્ત્રા જ્યા સોઈયે-૨ ક્ષમા કરો ગૌરી,મા દયા કરો ગૌરી…ઓમ જયો જયો મા જગદંબે…
 
શિવશક્તિ ની આરતી જી કોઈ ગાશે,
ભણે શિવાનંદ સ્વામી-૨ સુખ સંપતી થશે,હર કૈલાશે જશે,મા અંબા દુખ હરશે…ઓમ જયો જયો મા જગદંબે…
 
એકમે એક  સ્વરૂપ અંતર નવ ધરશો,
ભોળા અંબા મા ને ભજતા-૨ ભવ સાગર તરશો…ઓમ જયો જયો મા જગદંબે…
 
ભાવ ના જાનુ, ભક્તિ ના જાનુ, નવ જાનુ સેવા,
વલ્લભ ભટ ને આપી ચરણો ની સેવા…ઓમ જયો જયો મા જગદંબે…
 
ચૂંદડી લાલ ગુલાલ, શોભા અતિ સારી,
આંગણ કુક્કડ નાચે-૨ જય બહુચર બાળી…ઓમ જયો જયો મા જગદંબે…
 
મા નૉ મંડપ લાલ ગુલાલ શોભા અતિ ભારી,
અબીલ ઉડે આનંદે-૨ જય બહુચર વાળી……ઓમ જયો જયો મા જગદંબે…
 
જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ…

વેબદુનિયા પર વાંચો