×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
શ્રી આદ્યશક્તિ સ્તવન
W.D
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Aligarh Famous Mutton Korma: દેશી મસાલા અને શાહી સ્વાદ, અલીગઢનો પ્રખ્યાત મટન કોરમા ભોજન પ્રેમીઓની પહેલી પસંદગી છે.
Trending Indian Baby Names 2025: તમારા નાનકડા રાજકુમાર કે રાજકુમારીને આપો એક પ્રેમભર્યુ અને ટ્રેંડિંગ નામ
એક દિવસમાં કેટલી બદામ ખાઈ શકો છો ? શુ છે બદામ ખાવાનો યોગ્ય સમય, કોણે ન ખાવી જોઈએ
Natural Amla Hair Serum: તમારા વાળને મૂળથી કાળા કરશે આ નેચરલ સીરમ, તેને બનાવવુ પણ એકદમ સહેલુ
ચીઝ કે માખણ, આ બેમાંથી કયું શરીર માટે વધુ નુકસાનકારક શું છે?
નવીનતમ
રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા
Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
જલારામ જયંતી - જાણો મહાન સંત જલારામ વિશે કેટલીક રોચક વાતો
જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
એપમાં જુઓ
x