કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઊંઝા આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું. ઉમિયા માતાના મંદિરે રાહુલ ગાંધીએ આરતી ઉતારી જ્યાં પ્રસાદરૂપે ચૂંદડી આપવામાં આવી. જ્યારે ઉમિયા માતાની પ્રતિમા રાહુલ ગાંધીને આપવામાં આવી હતી. રાહુલ ગાંધીની સાથે શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતાં. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નેતાઓ હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.રાહુલ ગાંધી આજે ઊંઝા પહોંચ્યા હતાં. જ્યાં ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા હતાં અને માતાના આશિર્વાદ લીધા હતાં. ઉમિયા માતાના મંદિરે રાહુલ ગાંધી આરતી ઉતારી જ્યાં પ્રસાદરૂપે ચૂંદડી આપવામાં આવી હતી. ઉમિયા માતાની પ્રતિમા પણ આપવામાં આવી. જ્યારે રાહુલ ગાંધીને જોવા માટે લોકોના ટોળા વળ્યાં હતાં. આ ઉપરાંત બે ક ત્રણ હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિક લોકો ધાબા પર ચઢ્યા હતાં.