ભાજપમાં જોડાતા નેતાઓને રોકવા માટે કોંગ્રેસે બનાવી કમિટી, નામ આપ્યું 'ડેમેજ કંટ્રોલ'

બુધવાર, 27 જાન્યુઆરી 2021 (14:41 IST)
કોંગ્રેસના નેતા એક પછી એક પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. એવામાં કોંગ્રેસ લાંબા સમયથે પોતાના નેતાઓ દ્રારા પાર્ટી છોડીને જવાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તેના લીધે કોંગ્રેસ દિવસને દિવસે નબળી પડતી જાય છે. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. તેને જોતાં પાર્ટીએ પક્ષ બદલવાની સમસ્યાઓનો સામનો કરવા માટે એક ડેમેજ કંટ્રોલ કમિટી બનાવી છે. 
 
જ્યારે કોઇ ચૂંટણીનો સમય આવે છે ત્યારે પાર્ટીના નેતાઓની પક્ષ બદલવાની ગતિ વધુ તેજ થઇ જાય છે. સાથે જ પાર્ટી છોડી રહેલા નેતા આરોપ લગાવે છે તો કોંગ્રેસમાં અમારું કોઇ સાંભળતું નથી. કોંગ્રેસ કેટલાક સમયથી પક્ષ બદલાવી સમસ્યાથી પરેશાન છે. ગુજરાતમાં તો પાર્ટી વધુ નબળી થતી જાય છે. નેતા પાર્ટી છોડીને ન જાય એટલા માટે કોંગ્રેસે આ ડેમેજ કંટ્રોલ કમિટી બનવી છે.  
 
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે એવા નેતાઓને ટિકીટ આપવામાં આવશે, જે પાર્ટી પ્રત્યે વફાદાર હશે. તે નેતાઓને ટિકીટ નહી મળે જે કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જશે તેમને ટિકીટ નહી મળે. તમને જણાવી દઇએ કે ચૂંટણીની જાહેરાત બાદ જ ઝાડેશ્વરના કોંગ્રેસ નેતા કૌશિક પટેલ પોતાના 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા. આ ઉપરાંત અંકલેશ્વરમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ગયા હતા.   
 
હાલમાં ભાજપે વડોદરામાં મિશન 76નો નારો આપ્યો છે.ભાજપ તમામ 76 સીટો જીતવાનો દાવો કરી રહી છે. એવામાં તેમની નજર કોંગ્રેસના ઘણા નેતાઓને પોતાના પક્ષમાં કરવા પર છે. તેને જોતાં પાર્ટીએ પહેલીવાર ડેમેજ કંટ્રોલ કમિટીની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષએ આ કમિટીમાં વડોદરાના ટોચના નેતાઓને પણ સામેલ કરી સુનિશ્વિત કરવા માટે કહ્યું ચેહ કે કોઇપણ નેતા નારાજગીના લીધે પક્ષ બદલે નહી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર