સરકારનું "વાયબ્રન્ટ" બજેટ-કોંગ્રેસ

વેબ દુનિયા

બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (21:30 IST)
PRP.R

ગુજરાત સરકારનાં લેખાનુદાનને કોંગ્રેસે ગુજરાતની જનતાનું બલિદાન ગણાવ્યું છે. જનતા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પાસેથી રાહતનાં પગલાં લેશે તેવી આશા હતી. પણ રાજ્ય સરકાર નિષ્ફળ રહ્યું છે.

કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતા શક્તિસિંહ ગોહીલનાં જણાવ્યા મુજબ મંદીનાં માહોલમાં પિસાઈ રહેલાં રત્ન કલાકારો માટે કોઈ પેકેજ નથી. જ્યારે બીજા નવા ઉદ્યોગો માટે કરોડો રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. આમ સરકારનું બજેટ તેના વાયબ્રન્ટ મહોત્સવની જેમ ખોટું છે.

ગોહીલે જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી, વિધવા બહેનોને પેન્શન, ખેડૂતોને સસ્તી વિજળી, ફ્કિસ પગારનાં કર્મચારીઓને નિયત પગારમાં સમાવવા માટે, એસટી બસનાં ભાડ઼ા ઘટાડવા જેવા ઘણાં પગલાં ઉઠાવવાની આશા હતી. જેનો સરકારે લેખાનુદાનમાં સમાવેશ નહીં કરીને સરકારે પીડિત પ્રજાનાં દર્દ પર મીઠું ભભરાવી રહી છે.

તો બીજીબાજુ રાજ્ય સરકારની નાણાંકીય ગેરશિસ્ત અને ભ્રષ્ટાચારનાં કારણે વર્ષ 2008-09માં રૂ.876 કરોડની ખાધ દર્શાવી હતી. તે વધીને રૂ.2,583 કરોડ થઈ ગઈ છે. તેમજ વર્ષ 2009-10નાં અંદાજો પણ તદ્દન અવાસ્તવિક રીતે રજુ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો