વડોદરા પહોંચેલા LJPના નેતા ચિરાગ પાસવાને કહ્યું, અમે ગુજરાતમાં વધુ સીટો પર ચૂંટણી લડીશું

બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (13:07 IST)
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓ મેદાનમાં ઉતરી પડી છે. વર્ષ 2022ની ચૂંટણીમાં બહુપાંખિયો જંગ જામશે. ત્યારે લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ બાબતે પોતાના ઉમેદવારો મહત્તમ બેઠકો ઉપર લડાવવાની વાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં વિવિધ પાર્ટીના નેતાઓના પ્રવાસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન મંગળવારે રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં સમર્થકોએ તેમનું પુષ્પગુચ્છ આપી ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ચિરાગ પાસવાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી બતાવી હતી.

લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન વડોદરા હવાઈમથક પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું. તેઓએ ગુજરાતમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી. વિધાનસભા 2022 ગુજરાતની ચૂંટણીઓના બ્યુગલ વાગી ચૂક્યા છે તેવામાં ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર લગાવી રહી છે તેવામાં વધુ એક પક્ષ લોક જનશક્તિ પાર્ટી (LJP) પણ ગુજરાતમાં ચૂંટણી લડવા મેદાને આવશે.એલજેપી ગુજરાતની સત્તાના રાજકીય સપના સેવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકજન શક્તિ પાર્ટી પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બનાવશે તે પ્રકારની વાત કરતા મહત્તમ બેઠકો ઉપર કેવી રીતે ઉમેદવારો ચૂંટણી લડી શકાય તે વિષયને લઈને તેમનો ગુજરાત પ્રવાસ હોવાનું જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર