અમદાવાદમાં ઈસુદાન ગઢવીએ ટોપી પહેરાવી કૈલાશ ગઢવીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું

રવિવાર, 24 એપ્રિલ 2022 (14:31 IST)
રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં જોડાવવાના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસમાં નેતાઓની નારાજગી વચ્ચે હવે પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 
 
આપના નેતા ઇસુદાન ગઢવીની હાજરીમાં તેઓએ આમ આદમીનો ખેસ અને ટોપી પહેરી હતી.કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. 27 વર્ષથી અહંકારી સરકાર રહી છે. મહિલા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણમાં કંઈ જ એવું નથી સરકારે કર્યું હોય. આજે નવી ઇનિંગ શરૂ કરું છું, જ્યાં નવું ગુજરાત જેમાં સુરક્ષા, શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઉભી થાય એમાં જોડાઈએ.પાર્ટીમાં જોડાતા પહેલાં કૈલાશ ગઢવીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર