Hardik Patel: હાર્દિક પટેલનો આરોપ, ભાવનાઓને ઠેસ પહોંચાડે છે કોંગ્રેસ, પુછ્યુ - તમને હિન્દુઓથી આટલી નફરત કેમ ?

મંગળવાર, 24 મે 2022 (18:13 IST)
તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને આવેલા રાજકારણી અને સામાજિક કાર્યકર હાર્દિક પટેલે મંગળવારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને હિંદુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમણે ગુજરાત કોંગ્રેસના એક નેતાના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

 
પટેલે ટ્વીટમાં કહ્યું, 'મેં અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરાં પેશાબ કરે છે..!
 
 કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશા હિન્દૂ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કુત્તરાઓ પેશાબ કરતા હતા.હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામ થી શું વાંધો છે. હવે તો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદિત નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી?
 
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું વિવાદિત નિવેદન
રામ મંદિર અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામો ગામથી અયોધ્યા મોકલાવી હતી. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં છે.ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામો ગામથી અયોધ્યા મોકલાવી હતી. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં છે. ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે.
 
મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોયઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે, આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું.હાર્દિક પટેલે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે, 'આશા રાખું છું કે, મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેમણે મંદિર નિર્માણમાં 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર