ફરી પાછું સોગઠુ ગોઠવાયુ? શંકરસિંહ વાઘેલાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી

સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (14:57 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં નવા પક્ષ સાથે ચૂંટણી મેદાને ઉતારવાની તૈયારી બતાવી છે. ત્યારે તે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે શંકરસિંહ વાઘેલા મુલાકાત કરી રહ્યા છે.  શંકરસિંહ વાઘેલાએ આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલા કોઈ નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ થોડા સમય પહેલા તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાત થઇ હતી આ સાથે થોડા સમય પહેલા ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતારવાની તૈયારી દર્શાવી હતી. હવે બિહારના મુખ્યમંત્રી સાથેની મુલાકાતથી રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે.એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. નવા પક્ષ સાથે મેદાને ઉતારવા જઈ રહ્યા છે ત્યારે તે હવે અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે આ દરમિયાન લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા 2022 વિધાનસભાની તૈયારી કરતાં વધુ ધ્યાન 2024ની લોકસભાની ચૂંટણી પર નજર હોય તેમ લાગી રહ્યું છે.

વિપક્ષોને સાથેની મુલાકાત આગામી સમયમાં રાજકીય સમીકરણ બદલાશે તો નવાઈ નથી. તેલંગણાના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ નવી પાર્ટીની રચના કરી અને રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે, આ મામલે કોઈ હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. એવી અટકળો છે કે, ઓક્ટોબરમાં દશેરાના અવસર પર આ મામલે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ટીઆરએસના ધારાસભ્ય અને મંચેરિયલ જિલ્લા કમિટિના અધ્યક્ષ બાલકા સુમને કહ્યું કે, અમે અલગ અલગ જિલ્લા અધ્યક્ષ, કેસીઆરને અપીલ કરીએ છીએ કે, તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈ અને એક રાષ્ટ્રીય પાર્ટી શરુ કરવી જોઈએ. ત્યારે હવે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર