ભાજપની જીતએ લોકોનો જીત - મોદી

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:10 IST)
PRP.R

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યાં બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પત્રકારોને મળ્યાં ત્યારે તેના ચહેરા પર વિજયનો આંનદ સ્પષ્ટ વર્તાય રહ્યો હતો. મીડિયાને સંબોઘીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ લોકોનો હું આભાર માનું છું. આ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાનો વિજય છે. ભાજપના લાખો કાર્યકર્તાઓની મહેનત અને કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન સહિત તમામ સામુહિક પ્રયાસોના કારણે ભાજપનો વિજય થયો છે.

રાષ્ટ્રીય મીડિયા, બળવાખોરો અને કોગ્રેસ દ્વારા કરવામાં આવતાં અપપ્રચાર અંગે તેમણે જણાવ્યું હતું કે અનેક નકારાત્મક પ્રચાર, નવી નવી તરકીબો અને નવા નવા શબ્દપ્રયોગો છતાં પણ ભાજપનો વિજય થયો છે. ગુજરાતની જનતાએ નકારાત્મકતાને નકારી છે અને હકારાત્મક વલણ અપનાવ્યું છે. ગુજરાત વિરોધી તત્વોને હરાવીને ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાએ જીતેગા ગુજરાત સુત્રને સાકાર કર્યુ છે.

ભાજપે 182 બેઠકમાંથી 117 બેઠકો કબ્જે કરીને ગુજરાતમાં કોગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યા છે. કોંગ્રેસને 62 અને અન્ય પક્ષોને 3 બેઠકો મળી છે. ભાજપનો આ વિજય ખરેખર મોદીત્વનો જ વિજય છે. કેમકે, સમગ્ર ચૂંટણી મોદી વિરૂદ્ધ કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટો વચ્ચે લડાઈ રહી હતી. જેમાં મોદી સૌને મ્હાત આપીને એકલે હાથે ભાજપને વિજયના પંથે દોરી જવામાં સફળ રહ્યા છે. વિજ્ય બાદ મોદીએ આપેલા જાહેર પ્રવચનમાં આ જીતને લોકોની જીત ગણાવી હતી અને લોકોએ જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડ્યું છે તેમ કહીને ગુજરાત વિરોધી પરાસ્ત થયાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ માજી મુખ્યપ્રધાન કેશુભાઇના અભિનંદનને સ્વીકાર્યા હતાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવામાં કેશુભાઈ પટેલે કોઈ કસર રાખી ન હતી. જો કે હવે જ્યારે ભાજપનો જ્વલંત વિજય થયો છે ત્યારે તેમણે ખેલદીલી દાખવીને મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં.

કેશુભાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ભાજપના વિજય બદલ હું નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. ગુજરાતમાં વિકાસ માટે શાસક અને વિપક્ષ બંન્નેએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ પહેલાં વિજય નિશ્ચિત જ છે તેના આત્મવિશ્વાસ સાથે ભાજપે કેશુભાઈ પટેલ અને અન્ય બળવાખોર નેતા કાશીરામ રાણાનો નોટિસ ફટકારી હતી તેમજ ભાજપ સાંસદો વલ્લભભાઈ કથીરિયા અને સોમાભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતાં. કેશુભાઇના અભિનંદનો સ્વિકાર કરતા મોદીએ કહ્યું હતું કે, આ જીત લોકોની છે. લોકોએ કમળને જીતવીને જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડયું છે. ગુજરાતની સુવર્ણ જયંતિ 2010માં આવી રહી છે ત્યારે 2010 સુધીમાં ગુજરાતને સુવર્ણ બનાવવા માટે રાજ્યના, દેશના અને આંતરરાષ્ટ્રીય લોકોને સહયોગ આપવવાની અપીલ નરેન્દ્ર મોદીએ વિજય બાદ જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું રાજ્યની જનતા અને દેશ-વિદેશમાં રહેતાં ગુજરાતીઓ વિકાસ કામગીરીમાં સહયોગ આપે અને ગુજરાતનું ભાગ્ય નીખારવામાં મદદ કરે.

વેબદુનિયા પર વાંચો