સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું. શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.