ગુજરાતમાં છે આ સુંદર ઓફબીટ ડેસ્ટિનેશન, આ જગ્યા પર આવેલી છે જૂની ખંડેર ઇમારતો

રવિવાર, 8 ઑગસ્ટ 2021 (09:57 IST)
મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે પડનાર રાજ્ય ગુજરાત, પશ્વિમી ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંથી એક છે. આ રાજ્યમાં હેંડીક્રાફ્ટ, આર્કિટેક્ચર, મંદિર અને વાઇલ લાઇફ સાથે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જવું ટૂરિસ્ટ માટે સારો અનુભવ હોઇ શકે છે. અહીંનું સુંદર રણ અને સાપુતારાના પર્વત ખૂબ સુંદર છે. અહીં રિલેક્સ થવા માટે લોકો દૂર દૂરથી આવે છે. 
1) સાપુતારા, વાનરઘોંડમાં સ્થિત છે. અહીં બોટેનિકલ ગાર્ડન છે, જે અહીંનું મુખ્ય આકર્ષણનું કેંન્દ્ર છે. સાપુતારાની પાસે ગિરા ફોલ્સ છે, જે લોકો વચ્ચે પિકનિક માટે ખૂબ સુંદર છે. આ વોટર ફોલ 75 ફૂટ ઉચો છે. 

 
2) ગુજરાતના ઘૂમલીમાં સ્થિત નવલખા મંદિર, 11 મી સદીમાં જેઠવા શાસકોએ બનાવ્યું હતું. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. સાથે આ મંદિર ગુજરાતના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. અહીં બ્રહ્મા-સાવિત્રી, શિવ પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મીની પ્રતિમાઓ મુખ્ય આકર્ષણ છે. આ મંદિર ઘુમલી પર આક્રમણ બાદ ક્ષતિગ્રસ્ત થયું હતું. ત્યારબાદ અહીંના વહિવટીતંત્રએ આ મંદિરનું પુનનિર્માણ કર્યું. 
3) ખંભાત ખાડીમાં ગોપાનાથ બીચ ભવસાગરથી 70 કિલોમીટર છે. શહેરના ઘોંઘાટથી દૂર આ જગ્યા પર પર તમે શાંતિથી સમય વિતાવી શકો છો. ચારેય તરફ હરિયાળીથી ભરપૂર આ જગ્યા ખૂબ સુંદર છે. અહીં 700 વર્ષ જૂનું મંદિર છે. અહીં રોકાવવા માટે જગ્યા નથી, એવામાં અહીં આવવા માટે ભાવનગરમાં સ્ટે કરવો સારુ રહેશે. 
 
4) ગુજરાતના પ્રાચીન શહેરોમાં પાટણ સામેલ છે. આ શહેર લાંબા સમય સુધી ચાવડા શાસકોની રાજધાની રહ્યું છે, પરંતુ 13મી સદીમાં તેને નષ્ટ કરી દેવામાં આવ્યું ત્યારબાદ અહીં જૂની ખંડેર ઇમારોને જોવા લોકો પહોંચે છે. 
50 નિશાના ગામથી 8 કિલોમીટર દૂર ગિરમલ વોટર ફોલ્સ 100 ફૂટની ઉંચાઇએ છે. અહીં હંમેશા ધુમ્મસ છવાયેલું રહે છે. અહીં મોટા ભાગે ઇંદ્ર્રધનુષ્ય પણ છવાયેલું રહે છે. અહીં થોડા અંતરે ઘણી બધી વસ્તુઓ ફરવા લાયક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર