ગોવાના ટૉપ 5 બીચ

શનિવાર, 6 નવેમ્બર 2021 (09:04 IST)
ગોવા એક નાનકડું રાજ્ય છે. જ્યાં નાના-મોટા આશરે 40 સમુદ્રી તટ છે. ગોવા શાંતિપ્રિય પર્યટકો અને પ્રકૃતિ પ્રેમિઓને બહુ ભાવે છે. સમુદ્ર કાંઠેના કારણે ગોવાને વિશ્વમાં જુદી ઓળખ છે. ગોવા નદી અને સમુદ્રનો અદભુત સંગમ છે. નારિયેળના ઝાડ અને સમુદ્રના પાણી પર પડતા સૂર્યની રોશનીના મનમોહક દ્ર્ષ્ય ગોવાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી નાખે છે. ગોવાના મનભાવન બીચની લાંબી લાઈન છે.આ છે ગોવાના સર્વશ્રેષ્ઠ સમુદ્ર તટમાંથી પાંચની સૂચી. 

 
બાગા બીચ 
ગોવાનો બાગા બીચ સૌથી લોકપ્રિય પર્યટન સ્થળમાં એક છે. બાગા બીચ પાર્ટી, નાઈટલાઈફ અને સી ફૂડ માટે ઓળખાય છે. એમની આસપાસ સારા રેસ્ટોરેંટ અને હોટલ છે. બાગા બીચ એમની ભૂરી(બ્રાઉન) રેત અને પામના ઝાડને આકર્ષિત કરે છે. આ બીચ મછલી પકડવા, તડકામાં લેટવું અને પેડલ બોટ માટે 
મશહૂર છે. બાગ બીચ પર જાન્યુઆરી અને માર્ચના વચ્ચે વિંડ સર્ફિંગનો આનંદ લઈ શકાય છે. નેશનલ વિંડ સર્ફિંગ ચેંપિયનશિપ પણ સેપ્ટેમ્બર-નવંબરની આસપાસ દરેક વર્ષ આયોજિત કરાય છે. 

 
અગોંડા
એશિયામાં સૌથી સુંદર બીચમાં શુમાર અગોંડા બીચ શાંત અને સાફ સુથરો બીચ માટે જાણીતો છે. અગોંડા બીચ પર પર્યટક શાંતિથી તડકાના આનંદ લઈ શકે છે. અંગોડા બીચ પર બીજા બીચ કરતાં ઓછી ભીડ હોય છે. આથી આ બીચ એકલા સમય પસાર અને ભણતર કરતા પર્યટકોને આકર્ષિત કરે છે. 
 
કેંડોલિમ બીચ 
કેંડોલિમ તટ ઉત્તરી ગોવામાં સ્થિત છે. કેંડોલિમ પણજીથી 12 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. આ બીચ ગોવાના સૌથી લાંબા બીચોમાંથી એક છે. કેંડોલિમ ક્ષેત્ર ગોવાના સૌથી પ્રસિદ્ધ કાંઠા કેલગૂંટ બીચના પાસે સ્થિત છે. કેંડોલિમ બીચ શાંતિપૂર્ણ વાતાવરણ માટે ઓળખાય છે. 
 
કેલંગટ બીચ 
કેલંગટ બીચ ગોવાના ભીડભાડ વાળો બીચ છે. તે બીચ વૉટર સ્પોર્ટસ અને ડાલફિન માટે મશહૂર છે. ક્રિસમસ અને ન્યૂ ઈયરના સમયે બીચ પર પર્યટક ઘણી ભીડ હોય છે. ગોવામાં કેલંગટ બીચને સમુદ્ર તટની રાણીના રૂપમાં ઓળખાય છે. વિશ્વના વિભિન્ન ભાગમાં પર્યટક કેલંગટ બીચના ડૂબતા સૂરજના અદભુત દ્ર્શ્ય જોવાય છે. 
 
કેવેલોસિમ બીચ 
કેવેલોસિમ બીચ સાલ નદીના કાંઠે સ્થિત છે. ધાનના ખેતર અને નારિયેળના ઝાડથી ઘેરાયેલા કેવેલોસિમ બીચ ખૂબ જ સુંદર છે. કેવેલોસિમ બીચ નર્મ સફેદ રેત માટે પ્રસિદ્ધ છે અને અહીં કાળી લાવા પહાડિઓ હોય છે આ કાંઠે ગોવાના બીજા પ્રસિદ્ધ તટોમાંથી એક છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર