દીવ

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:17 IST)
દીવ....... જ્યાં ડોલે દિલ

જયાં આવ્યા પછી વ્યક્તિ પ્રકૃતિને આધીન થઇ જાય છે અને આસમાની આકાશ, ભૂરા દરીયાઇ પાણી, સફેદ મોજાઓના વહેણ, લીલી વનરાજી તથા શાંત વાતાવરણમાં વ્યક્તિ કુદરતનાં ખોળે સમર્પિત થઇ જાય છે. દેશના સુંદર દરીયા કિનારાઓ પૈકીનો આ દીવનો દરીયા કિનારો વિશ્વભરમાં જાણીતો છે. દીવના દરીયા કિનારાની કુલ લંબાઇ આશરે ૨૧ કિ.મી.ની છે.

દીવ અને તેની નજીકનાં કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ દેવળો પણ આવેલા છે. ઉપરાંત અહીંનું ખૂશનુમા વાતાવરણ પણ નવી તાજગીનો અનુભવ કરાવે છે. દીવનો કિલ્લોએ અનેક ઐતિહાસિક ઘટનાઓનો મૂક સાક્ષી બનીને આજે પણ જાણે આવનારને તેની શૌર્યકથાઓ કહેતો હોય તેવું લાગે છે. ભારત અને ભારત બહારથી વર્ષે લાખો પર્યટકો દીવ કિનારે વેકેશન ગાળવા માટે પરીવાર સાથે આવે છે. આ સિવાય દીવમાં મ્યુઝીયમ, સેન્ટ પોલનું ચર્ચ, પાણી કોટનો કિલ્લો વગેરે સ્થળો જોવા લાયક છે.

વેબદુનિયા પર વાંચો