દરીયો

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:17 IST)
દરીયો પણ આવકારશે આપને જ્યાં...

જી..હા..દરીયાના એ અફાટ મોજાઓ અને તન-મનને ભીંજવી દેતી વિશાળ લહેરો સોળસો કિલોમીટર સુઘી આપને આવકારવા થનગને છે. ભારતભરમાં આટલો વિશાળ અને વિવિધતાસભર દરીયાકિનારો માત્ર ગુજરાતમાં છે. એક સમયે જે દરીયા કિનારાથી ભારતનો વૈપાર અન્ય દેશો સાથે થતો હતો, તેણે અત્યારે વૈશ્વિક રૂપ ધારણ કરીને અત્યાધુનિક સ્વરૂપ ધારણ કરી લીધું છે.

વિશાળ સમુદ્ર કિનારો, મનોહર દશ્યો, જળસૃષ્ટિ્, દરીયાઇજીવો અને પક્ષી જગતને એક વખત મહાલનારા કોઇ પણ વ્યક્તિ વારંવાર અહીંયા આવવા મજબૂર થઇ જાય છે. ભારતની પશ્વિમે ગુજરાત અને ગુજરાતની પશ્વિમે સૌને આકર્ષે તેવો દરીયા કિનારો ગુજરાતની આગવી ઓળખ છે.

અહીં ચોરવાડ, બંદરો, અહેમદપુર-માંડવી, કચ્છ-માંડવી, પોર્ટુગીઝ કિલ્લા, દરીયા કિનારે આવેલા અનેક જાણીતા-અજાણ્યા મંદિરો પણ ખૂબ સુંદર અને રમણીય છે. દરીયા કિનારાના નાના-મોટા અનેક ઉદ્યોગોનો પણ અહીંયા વિકાસ થયો છે. અહમદપુર-માંડવીનાં દરીયા કિનારે આગંતુકો મન મૂકીને દરીયાના ખોળે પ્રકૃતિનો આનંદ માણે છે. વોટર સર્ફિંગ, સ્પીડ બોટ સર્ફિંગનો આનંદ લેવો હોય તો ગુજરાતના દરીયા કિનારે આવવું પડે છે.

વેબદુનિયા પર વાંચો