નવસારીમાં પિયુષ દેસાઈ
વાંસદામાં ગણપત મહાલા
કપરાડામાં મધુ રાઉત
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.